બોડેલી શહેરમાં આવેલ રામજી મંદિરમાં તસ્કરો તરખાટ મચાવ્યો હતો. મંદિરમાં આવેલી ત્રણ દાનપેટી તોડી તસ્કરો રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ભક્તોમાં ભારે રોષ ફેલાયો હતો. હાલ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો દાન અર્પણ કરે છે.