કુબેરજી મહાદેવ મંદિર ખાતે પરશુરામ જન્મોત્સવ નિમિત્તે લઘુરુદ્ર કાર્યક્રમ યોજાયો.ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે કઠલાલ કુબેરજી મહાદેવ મંદિર ખાતે જે ભવ્ય 11કુંડી હોમાત્મક લઘુરુદ્ર મહાયજ્ઞનું આયોજન સમસ્ત બ્રહ્મ સમાજ કઠલાલ દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે વહેલી સવારથી હોમ,પૂજા,આરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. શાસ્ત્રોક્ત વિધિ સાથે ભૂદેવો દ્વારા લઘુરુદ્ર કરાવવામાં આવ્યો હતો.ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આ પ્રસંગમાં જોડાયા હતા.