Download Now Banner

This browser does not support the video element.

ગોધરા: શહેરા ભાગોળ વિસ્તારમાં પડેલા ખાડામાં અનેક વાહનો ભરાતા વહેલીતકે સમારકામની માંગ ઊઠવા પામી છે. #jansamasya

Godhra, Panch Mahals | Sep 13, 2025
ગોધરા શહેરના શહેરા ભાગોળ વિસ્તારમાં પડેલા મસમોટા ખાડાઓમાં પાણી ભરાઈ જતા અનેક વાહનો ઉતરી જતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. પોલીસ ચોકી નં. 5 પાસે આવેલા ખાડામાં રિક્ષા, કાર અને છકડો ઉતરી ગયા હતા, કારણ કે પાણી ભરાવાથી ખાડાની ઊંડાઈનો અંદાજ ન આવતો હતો. હાલ વરસાદે વિરામ લીધો હોવા છતાં ડામર પ્લાન્ટ બંધ હોવાથી રસ્તાની મરામત કામગીરી અટકી છે. ગોધરાના અનેક રસ્તાઓ બિસ્માર બન્યા છે. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં ત્વરિત સમારકામની માંગ ઉઠી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us