જીલ્લા કક્ષાના ‘નેશનલ સ્પોર્ટસ ડે’ની નડિયાદ ખાતે ઉજવણી કરવામાં આવી.આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું ખેલ કૌવત બતાવનારા જિલ્લાના છ રમતવીરોને જિલ્લા રમત ગમત પ્રક્ષિક્ષણ કેન્દ્ર નડિયાદ ખાતે સન્માનિત કરવામાં આવ્યા. હોકીના જાદુગર ખેલરત્ન મેજર ધ્યાનચંદજીની જન્મજયંતી ઉજવણીના ભાગરૂપે આજરોજ ખેડા જિલ્લા વહીવટી તંત્ર અને રમતગમત કચેરી દ્વારા નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી નડિયાદ ખાતે કરવામાં આવી હતી.