બિહારમાં કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગીય માતા પર અભદ્ર ટિપ્પણી કરવાના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર યુવા મોર્ચા દ્વારા ઘોઘા ગેટ ખાતે વિરોધ પ્રદર્શન યોજાયો હતો.ભાજપ મહાનગર અધ્યક્ષ કુણાલભાઈ શાહના માર્ગદર્શન હેઠળ અને યુવા મોર્ચાના અધ્યક્ષ મુકેશભાઈ ડાભીની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર કરીને રાહુલ ગંદગીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.