કુકરમુંડા તાલુકાના વેસ ગામના યુવક સાથે બિટકોઇનમાં રોકાણ કરવાની લાલચ આપી 71,530 ની ઠગાઈ કરાઈ.તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ મથક ખાતેથી સોમવારના રોજ 5 કલાકે મળતી વિગત મુજબ વેસ ગામના યુવક બ્રહ્માનંદ વળવી ને અજાણ્યા ઠગો એ બિટકોઇન માં રોકાણ કરવા અને ઊંચું વળતર આપવાની લાલચ આપી 71 હજાર 530 રૂપિયા ઓનલાઇન પડાવી લઈ ઠગાઈ કરતા યુવકે કુકરમુંડા પોલીસ મથકે છેતરપિંડી નો ગુનો દાખલ કરાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.