ગત રોજ મોડી સાંજે ગોધરા શહેરના વાતાવરણ માં અચાનક પલટા સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી ધોધમાર વરસાદને કારણે મોડી રાત્રે ગોધરા શહેરના મધ્ય માંથી પસાર થતી મેસરી નદીમાં નવા નીરની આવક થઈ હતી, જેના કારણે ગોન્દ્રા વિસ્તારમાં આવેલો મેસરી નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેથી વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો નદીમાં પાણીની સપાટી વધતાં અને કોઝવે ડૂબી જતાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તકેદારીના ભાગરૂપે મોડી રાત્રે પોલીસ બંદોબસ્ત ગોઠવવામા