જામનગરમાં લીમડાલેન વિસ્તારમાં આવેલા મોમાઈ કૃપા નામના મકાનમાં સાંજે પોણા પાંચ વાગ્યાના અરસામાં અકસ્માતે આગ લાગી હતી. ઇલેક્ટ્રીક વાયરીંગમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ શરૂ થઈ હતી, અને ટેબલ ખુરશી સોફા વગેરે સળગવા લાગ્યા હતા. અને આગના લબકારા દેખાવાથી આસપાસના લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.