સારોલી પોલીસે ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. સણીયા હેમાદ નજીક આવેલ શુભમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ નજીક થી સ્કૂલ બેગ લઈ પસાર થતા અભિષેક ઉત્તમ નામના ઇસમ ને ઝડપી પાડી બેગ ની તલાશી લેવામાં આવી હતી.જે બેગ ની તપાસ કરતા તેમાંથી 307 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.સારોલી પોલીસે આરોપીની ધરપકડ કરી ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો તે અંગેની વધુ તપાસ હાથ ધરી હતી.