સુરેન્દ્રનગર શહેરમાં સતત વરસાદના કારણે અંડરપાસમાં પાણી ભરાયા. શહેરના આંબેડકર ચોક પાસે આવેલ અંડરપાસમાં પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી. પાણી ભરાયા હોવ છતાં તંત્ર દ્વારા અંડરપાસ બંધ ન કરવામાં આવતા વાહનચાલકો જીવના જોખમે પાણીમાંથી પસાર થતા નજરે પડ્યા.પાણીમાં અનેક વાહનો બંધ થઈ જવાની પણ ફરિયાદો ઉઠી હતી.