મહિલા કમાંડોઝની તાલીમ મધ્યપ્રદેશના બરવાહા સ્થિત રીજનલ ટ્રેનીંગ સેન્ટર (RTC) ખાતે શરૂ થઈ ગયું છે. આ 8 સપ્તાહનો અદ્યતન કમાંડો કોર્સ મહિલાઓને ક્વિક રિએક્શન ટીમ (QRT) અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) માટે તૈયાર કરશે. તાલીમમાં શારીરિક ક્ષમતા અને શસ્ત્રો ચલાવવાના પ્રયોગો, તણાવની પરિસ્થિતિમાં ફાયરિંગ, દોડ, અવરોધક કોર્સ, રેપેલિંગ, જંગલમાં સર્વાઈવલ તાલીમ અને 48 કલાકનો આત્મવિશ્વાસ વિકાસ કાર્યક્રમ સામેલ છે.