સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાંથી લાખો ક્યુસેક પાણીની આવક હાઈ રહી છે જેના કારણે નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને સિઝનમાં પહેલીવાર જ 23 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું હતું. ત્યારે હવે કેટલાક દરવાજા બંધ કર્યા છે અને પાણીની આવક થતા હવે પાણી ઓછું છોડવામાં આવી રહ્યું છે ત્યારે વિયર ડેમ ઓવર ફોલો થતા અહલાદ નજારો સામે આવ્યો છે.