સાણંદના માણકોલ ગામના અનુસૂચિત વિસ્તારમાં 72 કલાકથી લાઇટ ગુમ, લોકો પરેશાન... સાણંદ તાલુકાના માણકોલ ગામના અનુસૂચિત વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી લાઇટ બંધ રહેતા ગ્રામજનો ભારે પરેશાન છે. ત્યારે સ્થાનિકે રવિવારે 4.15 કલાકે આક્ષેપ કરતા કહ્યું કે, યુ.જી.વી.સી.એલ. કર્મચારીઓ ફોન ઉપાડતા નથી, જ્યારે વાયરમેનએ તો ફોન સ્વીચ ઑફ કરી દીધો છે.