જૈન સમાજના સિદ્ધિતપના આરાધકોના પારણાં પ્રસંગે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં હાથી મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શહેરના દાદાસાહેબ જૈન દેરાસર ખાતેથી યોજાયેલી ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતા. આ શોભાયાત્રામાં હાથી, ઘોડાગાડી, ઊંટગાડી અને ટ્રેકટર પર અનેક કૃતિઓ સાથે જોડાયા હતા. જે શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પરથી નીકળી હતી.