સાંથલ પોલીસના માણસોએ બાતમીના આધારે કટોસણ મરતોલી રોડ પર ખરાબામાં તપાસ કરતા વેપાર માટે લવાયેલ ભારતીય બનાવટની વિદેશી બિયરની 599 બોટલ મળી આવી હતી. પોલીસે બિયરની ગણતરી કરતા ₹ 63150/-નો મુદામાલ થવા પામ્યો હતો. રેડ દરમ્યાન આરોપી હાજર મળી આવેલ ન હોય પોલીસે બિયર કબ્જે કરી આરોપી ચંદ્રસિંહ ઝાલા સામે ગુનો દાખલ કરી વધું કાર્યવાહી હાથ ધરી હતી.