ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે લોકો ગણેશજીની ઘરે સ્થાપના કરી પૂજન અર્ચન કરે છે ક્યાંક લોકો એક દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ એ રીતના સ્થાપના કરતા હોય છે જ્યારે જુનાગઢના ભવનાથ ખાતે બનાવવામાં આવેલ વિસર્જન કુંડમાં પાંચ દિવસ દરમિયાન 350 થી વધુ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું અને ધામધૂમથી ઉત્સવની ઉજવણી કરાય છે.