રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગતનાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા દ્વારકાના મોજપ ખાતે 15 સપ્ટેમ્બરના રોજ મલ્લ કુસ્તી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિજેતા થનાર ખેલાડીઓને રોકડ પુરસ્કાર અને અન્ય ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે.