ગુજરાતના માંથે બે જેટલી સિસ્ટમ દરિયામાં સક્રિય થતા બીજા રાઉન્ડનો ચોમાસાનો માહૌલ જામ્યો છે વાઘોડિયામાં છેલ્લા બે દિવસથી મેઘ મહેર જોવા મળી રહી છે હળવા થી ભારે વરસાદી ઝાપટા પડતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે છેલ્લા ઘણા સમયથી ખેતીલાયક જ સારા વરસાદની રાહ જોતા ખેડૂતોને ફરીથી વરસાદી માહોલ જામતા ખુશી જોવા મળી રહી છે વાઘોડિયા નગરમાં માત્ર ત્રણ કલાકમાં અડધો ઇંચ જેટલો વરસાદ વરસતા નગરજનોને પણ ગરમીથી રાહત મળી છે