બિહારમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતુશ્રી માટે અપશબ્દોના ઉચ્ચારણ સામે ખેડા જિલ્લા મહિલા મોરચા દ્વારા નડિયાદમાં વિરોધ પ્રદર્શન કરી કલેકટરને આવેદનપત્ર અપાયું. નડિયાદ...બિહારમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પૂજનીય માતૃશ્રી વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને અપમાનિત કરવામાં આવ્યા છે. તેના વિરોધમાં ખેડા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા નડિયાદમાં સરદાર પટેલની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરાયો હતો.