ગણપતિ વિસર્જન માટે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવેલ તૈયારીઓ વિશે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અશોકસિંહ ઝાલાએ આજે બપોરે 3:00 વાગ્યાની આસપાસ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ફાયર વિભાગ દ્વારા કુલ છ સ્થળોએ ગણપતિ વિસર્જનની તૈયારી કરવામાં આવી છે. આ તમામ છ સ્થળો ફાયર વિભાગનો સ્ટાફ હાજર રહેશે તેમ જ દરેક સ્થળે ચાર થી પાંચ ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથો સાથ તેઓએ આ છ સ્થળો સિવાય અન્ય સ્થળોએ શહેરીજનોને ગણપતિ વિસર્જન ન કરવા અપીલ કરી હતી.