This browser does not support the video element.
ચોટીલા: ચોટીલા ધોળા દિવસે ચોરી થઈ: વૃદ્ધાને કેમિકલ સુઘાંડી સોનાની 4બંગડીની ચોરી, 2 શખસ CCTVમાં કેદ પોલીસ તપાસ હાથ ધરી
Chotila, Surendranagar | Sep 2, 2025
ચોટીલા શહેરમાં જૈન વૃદ્ધાના ઘરમાં ચોમાસાની ઋતુમાં માખી મચ્છરના ઉપદ્રવ હોવાથી જંતુનાશક દવા છંટકાવ કરવાનું બહાનુ કાઢી વૃદ્ધાના ઘરમાં પ્રવેશ કર્યો હતો. જેમાં કેમિકલ સૂંઘાડી હાથમાં પહેરેલ 4 સોનાની બંગડીની ચોરી કરી ગઠીયાઓ ભાગી જતા શહેરમાં ચકચાર મચી જવા પામી હતી . શહેરમાં દેરાસર શેરીમાં જૈન વૃદ્ધા ઘરમાં એકલા હતા. ચોમાસાની ઋતુમાં માખી મચ્છરના ઉપદ્રવ હોવાથી જંતુનાશક દવા છંટકાવ કરવા આવ્યા છીએ તેવું બહાનું કાઢી 2 શખસ ઘરમાં ઘૂસી ગયા હતા.