સીબીએક્સ સાત વાળી ગણેશ ગ્રુપ દ્વારા આજરોજ પાંચમા દિવસે ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પાંચ દિવસ દરમિયાન શોભાયાત્રા, મહાપ્રસાદ, મહા આરતીનું તથા રાત્રિના સમયે દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પાંચ દિવસ દરમિયાન સમગ્ર જનતા ગણેશ ભગવાનની ભક્તિમાં લીન જોવા મળી હતી. પાંચ દિવસ દરમિયાન સમગ્ર આયોજનને સફળ બનાવવા ગણેશ ગ્રુપ મંદિર સાતવાડી સીબીએક્સ આદિપુરના ટ્રસ્ટીઓ અને સેવાધારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.