તારાપુર સોજીત્રા રોડ પર પેરોલ ગામ નજીક આવેલી કેનાલમાં કાર ખાબકી હતી.સોજીત્રા તરફથી તારાપુર તરફ કિયા કાર પૂરઝડપે જઇ રહી ત્યારે કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.જેને કારણે GJ 23 CG 0118 નંબરની કિયા કાર કેનાલમાં ખાબકી હતી.મહત્વનું છે કે, સદનશીબે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો.પરંતુ કેનાલમાં ખાબકેલી કારને નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું હતું.કાર ચાલક કેનાલમાં ખાબકતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બચાવની કામગીરી હાથ ધરી હતી.