પાટણની ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં સફાઈ કર્મચારી સાથે જાતિ વિષયક અપમાન અને તોડફોડનો કિસ્સો સામે આવવા પામ્યો હતો.શાળામાં સોળ વર્ષથી સફાઈ કામદાર તરીકે કાર્યરત તારાબેન વાલ્મિકીએ શાળાના પૂર્વ શિક્ષીકા સહિત પાંચ લોકો સામે જાતી વિષયક અપમાન અને તોડફોડ કર્યાની પોલિસ ફરિયાદ નોંધાવી હતી.