ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં ટ્રેન અડફેટે ભેંસ કપાઈ.ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં મહાલક્ષ્મી મિલની ચાલી પાછળ આજે ભાવનગર-પાલિતાણા ટ્રેનની અડફેટે એક ભેંસ કપાઈ જવાની ઘટના બની હતી. ટ્રેન પસાર થતી વખતે ભેંસ ટ્રેક પર આવી જતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા રેલવે વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.