સુરત પોલીસ દ્વારા ઝડપી પાડેલ 1.46 કરોડના દારૂનો નાશ કરાયો.ડીસીપી આલોક કુમારે જણાવ્યું કે,માત્ર એક વર્ષની અંદર છ પોલીસ સ્ટેશન દ્વારા 1.46 કરોડનો દારૂ ઝડપી પાડ્યો હતો.ઝોન વન વિસ્તારમાં આવતા સારોલી,લસકાણા,કાપોદ્રા,સરથાણા,વરાછા અને પુણા પોલીસ ના દારૂનો નાશ કરાયો હતો.કરોડો ના દારૂ પર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું.નશાઆબકારી વિભાગ, મામલતદાર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં દારૂ નાશ કરાયો હતો.66181 દારૂની બોટલો પર રોલર ફરી વળ્યું હતું.