સુરત: ગુજરાતનો હીરા ઉદ્યોગ પહેલેથી જ મંદીના ભરડામાં છે અને હવે અમેરિકા દ્વારા હીરા અને જ્વેલરી પર ટેરિફ લાદવામાં આવે તેવી શક્યતાને કારણે લાખો રત્નકલાકારોની રોજગારી પર ગંભીર જોખમ ઊભું થયું છે. આ સંભવિત કટોકટીને ધ્યાનમાં રાખીને ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ. જયશંકર, શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીને પત્ર લખી તાત્કાલિક હસ્તક્ષેપની માગ કરી છે.