દસાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો અને પાટડી શહેરમાં બપોરે 3 વાગ્યે શરૂ થયેલો અનરાધાર વરસાદ રાત્રે પણ ઝરમર ઝરમર ચાલુ રહ્યો. ચાર કલાકના ભારે વરસાદથી ચોમેર પાણી ભરાયું, બજાણા પુલ પર પણ પાણી જોવા મળ્યું. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તંત્રે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. વાવણી બાદ વરસાદથી ખેતરોમાં પાણી ભરાયાં, જેનાથી ખેડૂતોમાં ચિંતા વધી છે.