વડાલી-ખેડબ્રહ્મા હાઈવે પર ઉમિયા સ્વીટમાર્ટ સામે પડેલો ભયજનક ખાડો હવે જાનલેવો સાબિત થવાનો ભય છે, છતાં તંત્ર કાન પર હાથ રાખીને બેઠું છે. વારંવાર રજૂઆતો છતાં રોડ મરામતના કામને લગતી તંત્રની બેદરકારી સામે લોકોમાં ભારે રોષ છે.વરસાદી પાણી ખાડામાં ભરાતા અકસ્માતનો ખતરો વધી રહ્યો છે. પરિસ્થિતિ કાબુ બહાર જાય તે પહેલાં સ્થાનિકોએ જ આગળ આવી ખુરશી અને પથ્થરની અડાસ મૂકી ખાડાની ચેતવણી આપી તંત્ર સામે વિરોધનો ધ્વજ ઊંચક્યો.આજે 12 વાવે વિડીયો સો.મીડિયા માં સેર કર્યો.