જિગ્નેશ ઝાલા બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે બગડોલ પાસે ફોરવ્હીલ ગાડી ના ચાલકે પોતાની ગાડી પુરઝડપે, બેફીકરાઈ અને ગફલતભરી રીતે ચલાવી લઈ આવી ફરિયાદીની મોટર સાયકલ ને પાછળથી ટક્કર મારી હતી.અકસ્માતમાં ફરીયાદી તથા ફરીના દિકરા ધ્રુવ તથા સાહેદ અમરસિંહ જેણાભાઈ ઝાલા નાઓને ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ બાબતે જીગ્નેશભાઈ અમરસિંહ ઝાલા રહેવાથી દેવતાકુવા ના એ ફરિયાદ નોંધાવી હતી.