સહદેવસિંહ સોલંકી કોલકાતા ખાતે ડી.વાય.એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાં નોકરી કરતા હતા. પેઢીના સંચાલકો ગોવિંદજી સોલંકી, કનુજી સોલંકી અને શૈલેન્દ્રસિંહ સોલંકીએ તેમના પર પેઢીના હિસાબમાંથી સાડા છ કરોડ રૂપિયાની હેરાફેરીનો આરોપ મૂક્યો હતો.આ ત્રણેય આરોપીઓ વારંવાર સહદેવસિંહના ઘરે આવતા હતા. તેઓ સહદેવસિંહ, તેમના પિતા બળદેવજી અને પરિવારના અન્ય સભ્યોને ધમકીઓ આપતા હતા. તેઓ કહેતા કે જો પૈસા પરત નહીં કરે તો આખા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.