સોનગઢ તાલુકાના સીંગપુર ગામની મહિલા સાથે પાર્સલ ડિલિવરી ના નામે ઓનલાઈન ઠગાઈ થઈ.તાપી જિલ્લાના ઉકાઈ પોલીસ મથક ખાતેથી શુક્રવારના રોજ 4 કલાકે મળતી વિગત મુજબ સિંગપુર ગામના ફરિયાદી મહિલા ને પાર્સલ ડિલિવરી ચાર્જ પેટે નાણાં આપવા પડશે જે નાણાં પરત આવી જશે એમ કહી અજાણ્યા ઈસમ દ્વારા 17,250 રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવતા મહિલાએ ઉકાઈ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.