આજ રોજ ગણેશ ચતુર્થી નિમિત્તે ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈના નવીન કાર્યાલયનો શુભારંભ સંતરામ મંદિરના સંત શ્રી ગણેશદાસજી મહારાજ અને સત્યદાસજી મહારાજના વરદ્ હસ્તે કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ આ પ્રસંગે સૌને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પાઠવી અને સૌના વિઘ્ન દૂર કરવા ભગવાન ગણેશના ચરણોમાં પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે પરિવારજનો, નડિયાદ વિધાનસભા ભાજપ પરિવારના સૌ પરિવારજનો, મિત્રોએ ઉપસ્થિત રહ્યા હતા.