જામનગરના ટાઉનહોલ પાસે વરસાદ વચ્ચે બાઈક સળગી ઊઠી. ફાયર બ્રિગેડે ઝડપી પહોંચી આગ કાબૂમાં લીધી. જામનગર શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે અચાનક ટાઉનહોલ પાસે એક બાઈકમાં આગ ભભૂકી ઊઠી હતી. વરસાદ વરસી રહ્યો હોવા છતાં આગ લાગી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી આવી અને આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે કોઈ જાનહાનિ નહી. જોકે,આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી.