હડબિયા અને આંબાવાડીયા ગામ વચ્ચે આવેલા વળાંક પાસે આજે મંગળવારે સાંજે 6 વાગ્યાના સુમારે બનેલા બનાવમાં ધનસર મુવાડી ગામના આધેડ મંગલસિંગ પરમાર અકસ્માતમા ગંભીર રીતે ઘવાયા છે.અકસ્માત વખતે તેઓ રવાલીયા ગામેથી પોતાના ગામ તરફ બાઇક પર જઈ રહ્યા હતા,ત્યારે સામેથી આવેલા બાઇક ચાલકે ટક્કર મારતા તેઓ રસ્તા પર પટકાયા હતા ઘટના બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી હાલત નાજુક હોવાને કારણે વડોદરા રિફર કરવામાં આવ્યા છે.