ભરૂચ નગર પાલિકા દ્વારા ગણેશ વિસર્જનને લઈ ત્રણ કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા હતા.જેમાં જે.બી.મોદી પાર્ક,મકતમપુર અને ઝાડેશ્વરના ગાયત્રી મંદિર પાસેના ત્રણેય કુંડોમાં શ્રીજીના ભક્તોએ પાંચ નદીઓના જળથી ભરેલા કુંડોમાં પ્રતિમાઓ વિસર્જન કરી હતી.આ માટે તંત્ર દ્વારા તરવૈયાની ટીમ,મેડિકલ ટીમ તૈનાત કરવામાં આવી હતી.આ વર્ષે ગણેશ વિસર્જનના દિવસ સુધી પી.ઓ.પી અને ઇક્કો ફ્રેન્ડલી મળી 2570 જેટલી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.