તાપી જિલ્લાના ઉકાઈ ડેમના દરવાજા ફરી ખોલવામાં આવતા કાંઠાના ગામોને સાવચેત કરાયા.તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ ડેમ માંથી રવિવારે 12 કલાકે 41 હજાર 220 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું હતું.જેમાં ઉકાઈ ડેમના 4 દરવાજા ત્રણ ફૂટ ખોલી પાણી છોડવામાં આવ્યું હતું.જે પાણી રૂલ લેવલ જાળવવા છોડવામાં આવ્યું હતું.ડેમની સપાટી હાલ 335.64 ફૂટ પર પોહચી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.