નવરાત્રીમાં વિધર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધની માંગણીનો વિરોધ કરતા સહિયર ગ્રુપના આયોજક સુરેન્દ્રસિંહ વાળાએ આજે બપોરે 4:00 વાગ્યાની આસપાસ નિવેદન આપતા જણાવ્યું હતું કે, કોઈપણ ધર્મનો વિરોધ ન હોવો જોઈએ. આવારા તત્વોનો વિરોધ હોય. આપણે દીકરીઓને જ સારા સંસ્કાર આપીએ જેથી આવી ઘટના ન બને. નવરાત્રિ દરમિયાન કોઈ આવી હરકત કરતા માલુ પડશે તો તેને છોડવામાં નહીં આવે.