મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમરેલીના સમર્થ વ્યાયામ મંદિર ખાતે પ્રતિભાશાળી રમતવીરોનું કર્યું સન્માન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલીના સુખનિવાસ કોલોની રોડ પર સ્થિત સમર્થ વ્યાયામ મંદિર ખાતે પ્રતિભાશાળી રમતવીરો સાથે પ્રેરક સંવાદ સાધ્યો હતો. તેમણે બેડમિન્ટન કોર્ટ અને પરિસરની મુલાકાત લીધી તેમજ જિલ્લાથી રાષ્ટ્રીય કક્ષા સુધી પ્રદર્શન કરનાર ખેલાડીઓને સન્માનિત કર્યા.