મોદજ ગામે ચાર ઈસમોએ જૂની અદાવતે ખેડૂતને માર માર્યો. અગાઉ ખેડૂતના ઘર નજીક આવેલ રસ્તા બાબતે અને ખેતરના શેઢા પર આવેલા ઝાડના ભાગ બાબતે તકરાર ચાલતી હતી. જેથી બાજુમાં રહેતા ઈસમ ખેડૂતના ઘરે આવી અપશબ્દો બોલતા હતા. જેથી ખેડૂતે ઠપકો આપતાં ઈસમે કપાળમાં ધારિયું માર્યું હતું. ત્યારે તેનું ઉપરાણું લઇ આવેલ ત્રિપુટીએ જાનથી મારી નાખવાની ધમકી આપી માર માર્યો હતો.તૅમજ સામાપક્ષે પણ ખેડૂત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.પોલીસે સામસામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી.