ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે રાજપીપળા રોડ ઉપર સોનમ સોસાયટી પાછળ રેલવે લાઈનની બાજુમાં ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી રોકડા 15 હજાર અને ત્રણ મોબાઈલ ફોન મળી કુલ 45 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને 500 કવાટર્સ સ્થિત આર.બી.એલ ખાતે રહેતો જુગારી દીપતેશ પટેલ,આશિષ તિવારી,મોહિત પ્રસાદ માલી તેમજ રાજકમલને ઝડપ્યા હતા.