Download Now Banner

This browser does not support the video element.

ભરૂચ: દિલ્હીથી મુંબઈને જોડતો એક્સપ્રેસવે હવે ભરૂચથી અંકલેશ્વર સુધી બિન સત્તાવાર રીતે શરૂ થઈ ગયો

Bharuch, Bharuch | Sep 2, 2025
8 લેન દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે આડેના અંતરાયો જેમ જેમ દૂર થઈ રહ્યા છે એમ એમ કામમાં પ્રગતિ આવી રહી છે. આ પ્રોજેક્ટના 1380 કિમીમાંથી 413 કિમીનો ભાગ ગુજરાતમાં છે. જેમાં ભરૂચમાં પૅકેજ-4 હેઠળ 13 કિમીના હિસ્સામાં અંકલેશ્વરના પુનગામ નજીક ખેડૂતોના પ્રશ્નોના કારણે એક્સપ્રેસ હાઈવેની કામગીરી અટકી પડી હતી. જોકે સમયાંતરે આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ત્યારે હવે ભરૂચ અંકલેશ્વર વચ્ચે એક્સપ્રેસ હાઇવેનો પોર્શન બિન સત્તાવાર રીતે શરૂ કરવામાં આવ્યો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us