ડોલવણ ગામના વેહવલ ફળિયા ખાતેથી દીપડો પાંજરે પુરાયો.તાપી જિલ્લાના ડોલવણ ગામના વહેવલ ફળિયા ખાતે દીપડો નજરે પડતા સ્થાનિકોએ વનવિભાગને જાણ કરતા પાંજરુ મૂકવામાં આવ્યું હતું.જે પાંજરામાં દીપડો પુરાઈ જતા વનવિભાગને સવારના અરસામાં જાણ કરવામાં આવતા દીપડાનો કબજો લઈ 5 કલાકની આસપાસ ઊંડાણના જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.