જુનાગઢ જિલ્લાના તમામ થાણા અમલદારોને આઈ.જી અને એસપી દ્વારા પ્રજા સાથે સૌહાર્દ પૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રોને સાર્થક કરવા ખાસ સુચના કરવામાં આવેલ હોય,જેને લઇ જુનાગઢ નેત્રંમ શાખા દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલ સીસીટીવી કેમેરા મારફતે મોનિટરિંગ કરવામાં આવે છે. ત્યારે પાંચ અરજદારોના ખોવાયેલ સામાનને શોધી મૂળ માલિકને પરત અપાવ્યો છે.