વાલિયા-વાડી માર્ગ ઉપર તુણા ગામના પાટિયા પાસે ચાલકનો સ્ટેયરીંગ પર કાબુ નહીં રહેતા ટ્રક પલટી ખાઇ ગઈ હતી. વાલિયા-વાડી માર્ગ ઉપરથી અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે એક ટ્રક ચાલક મહારાષ્ટ્ર તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન તુણા ગામના પાટિયા પાસે ચાલકનો સ્ટેયરીંગ પર કાબુ નહીં રહેતા ટ્રક પલટી ખાઇ ગઈ હતી.આ અકસ્માતમાં ચાલકનો આબાદ બચાવ થયો હતો.અકસ્માત અંગે વાલિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.