પોરબંદરના કડીયાપ્લોટ વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી 3.5 કિલો ગાંજાના જથ્થા સાથે મહેન્દ્ર ઉર્ફે ધોની મોહન પરમારને એસઓજીએ ઝડપી લઈ ગાંજો, મોબાઈલ તેમજ વજન કાંટો સહિત રૂ. 40520નો મુદ્દામાલ કબ્જે કર્યો. તેમજ અન્ય ત્રણ જેટલા શખ્સોની સંડોવણી ખુલતા પોલીસે તેમની સામે પણ ગુન્હો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.