રવિવારના 4 કલાકે ડિઝાસ્ટર વિભાગે આપેલી વિગત મુજબ વલસાડ જિલ્લાના ઉપરવાસ અને સ્થાનિક વિસ્તારમાં ભારે વરસાદના કારણે તંત્ર સતર્ક બન્યો છે.મધુબન ડેમની સપાટી 77.45 મીટર સુધી પહોંચી ગઈ છે.જેના કારણે ડેમના 10 દરવાજા 1.80 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. અને 1.30 હજાર પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.