અડાજણમાં ફરિયાદીને ખોટા નામની પોલીસી આપી છેતરપિંડી કરતા શખ્સ ની ધરપકડ કરવામાં આવી છે. મોહમ્મદ ફૈઝાન ઉર્ફે ફૈઝાન કિયુમ શેખને પોલીસે ઝડપી પાડ્યો છે.ફરીયાદી ને અલગ અલગ પોલીસી બતાવી રૂપિયા 5500 પડાવી લીધા હતા.ચોલા જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ અને કેશલેસ ઓલ ઓવર ઈન્ડિયા ના નામે ખોટા નામની પોલીસી પધરાવી છેતરપિંડી કરી હતી.જે અંગે અડાજણ પોલીસ ચોપડે ફરિયાદ નોંધાતા પોલીસે ગુન્હો નોધી એજન્ટ ની ધરપકડ બાદ કાર્યવાહી કરી હતી.