સંખેડા ગોલાગામડી ખાતે રાધે રેસ્ટોરન્ટના માલિક નિશિતભાઈ પટેલના વર્ષો જૂના બંધ મકાનમાં ચાર રૂમોમાં મોટી સંખ્યામાં ચામાચીડિયાઓએ રહેઠાણ બનાવ્યું હતું. વર્ષો પછી એકાએક દરવાજો ખોલતા રૂમોમાંથી ચામાચીડિયાઓ ઉડાઉડ કરતા જોવા મળ્યા હતા.સફાઈ દરમિયાન કામદારો ગભરાતા હોવાથી નિશિતભાઈએ બહાદરપુર એનિમલ રેસ્ક્યુ ટીમના સચિન પંડિતનો સંપર્ક કર્યો હતો. તેમની ટીમના વોલંટીયર સંજયભાઈ અને લાલાભાઈએ સેફટી માટે હાથમાં મોજા તથા ચહેરા પર રૂમાલ બાંધીને કામગીરી હાથ ધરી.