છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા અમૃત 2.0 અને અમૃત સરોવર યોજના અંતર્ગત રૂ. 3.5 કરોડના ખર્ચે કુસુમ સાગર તળાવનો ડેવલોપમેન્ટ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ. 11.21 લાખના ખર્ચે તળાવની મધ્યમાં ફ્લેગ માસ્ટ પોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બંને પ્રોજેક્ટનું લોકાર્પણ સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું.